दिव्य प्रकाश दुबे का “मुसाफ़िर कैफ़े”

गुनाहों का देवता की छाया में भटकता मुसाफ़िर कैफ़े




कभी-कभी किताबें हम पढ़ते नहीं वे हमें हमारे अपने पढ़े हुए अतीत के सहारे पढ़वा लेती हैं। मुसाफ़िर कैफ़े के साथ भी कुछ ऐसा ही हुआ। सुधा और चंदर नाम जैसे ही सामने आए, भीतर कहीं गुनाहों का देवता की स्मृति अपने आप खुलने लगी एक उम्मीद, एक भावनात्मक पुनर्मिलन, कि शायद वही गहराई, वही टूटन, वही अनकहा प्रेम यहाँ किसी नए रूप में मिलेगा। और सच कहूं तो, किताब शुरू होने से पहले ही उसने मुझे अपने पक्ष में कर लिया था।

लेकिन जैसे-जैसे पन्ने आगे बढ़े, यह साफ होता गया कि यह आकर्षण सिर्फ नामों का था अर्थों का नहीं। यहाँ सुधा और चंदर हैं, पर उनके बीच वह तीव्रता नहीं, वह आंतरिक संघर्ष नहीं, जो उन्हें यादगार बनाता।

कई प्रसंग ऐसे आए जहाँ चंदर बार-बार सुधा को शादी के लिए मनाता है और वह मना करती रहती है। उसी बीच उसका गर्भवती होना यह स्थिति अपने आप में इतने गहरे सवाल उठाती है, लेकिन किताब उन सवालों से कतराती हुई लगती है। चंदर का किरदार यहाँ और भी उलझाता है वह प्रेम की बातें करता है, पर जिम्मेदारियों से भाग जाता है। यह जानते हुए भी कि सुधा के गर्भ में उसका बच्चा है, उसका यूँ हट जाना एक ऐसी नैतिक रिक्तता को दिखाता है, जिसे कहानी कभी गंभीरता से टटोलती ही नहीं।

बल्कि जो बात भीतर लगातार खटकती रही, वह यह थी कि जिस तरह चंदर सब कुछ छोड़कर “मुसाफ़िर कैफ़े” बनाने के लिए भाग सकता है, क्या सुधा के पास वैसा कोई विकल्प नहीं था? वह क्यों लौटती है? क्यों वह उसी व्यक्ति के पास वापस जाती है, जब उसके पास एक बेहतर, स्थिर जीवन का विकल्प मौजूद था एक ऐसा जीवन जहाँ वह अपने बच्चे के साथ खुश थी?

और यहीं आकर कहानी एक पुराने, घिसे-पिटे सिनेमा के क्लिशे में बदलने लगती है जहाँ दो प्रेमिकाओं को “बहन” बना देने का आसान रास्ता चुन लिया जाता है। यह समाधान कम, और कहानी के कठिन सवालों से बचने का एक सुविधाजनक तरीका ज्यादा लगता है।

पूरी किताब संवादों से भरी हुई है, लेकिन वे संवाद भी कहीं-न-कहीं बनावटी लगते हैं जैसे भावनाएँ गढ़ी गई हों, जी नहीं गई हों। किरदार विकसित नहीं होते, वे बस आते हैं और चले जाते हैं।

और अंत में, सबसे बड़ी दूरी यही रह जाती है कि मैं इन किरदारों से जुड़ ही नहीं पाती। न उनके प्रेम से, न उनके संघर्ष से, न उनके निर्णयों से। शायद मेरी अपेक्षाएँ बहुत अधिक थीं मैं एक गहरी, जटिल प्रेम कथा की तलाश में थी, लेकिन जो मिला, वह एक सतही, असंगत, और कई बार अपने ही सवालों से भागती हुई कहानी थी।

इसलिए “मुसाफ़िर कैफ़े” मेरे लिए एक ऐसी किताब बनकर रह गई, जो शुरुआत में अपनी स्मृतियों के सहारे लुभाती है, लेकिन अंत तक आते-आते अपने ही बनाए हुए वादों से दूर चली जाती है और पीछे छोड़ जाती है सिर्फ कुछ अधूरे, अनुत्तरित और थोड़े खीझ भरे सवाल।

पढ़ने और खुद को पढ़ने के बीच: अक्टूबर जंक्शन का अनुभव

पढ़ने और खुद को पढ़ने के बीच: अक्टूबर जंक्शन का अनुभव


बल्क में खरीदी किताबों का मायना अक्सर उसे कब पढ़ी जाती है उसमें रहता है । कंज्यूमरिज्म और मार्केटिंग के दौर में किताबों का हम तक पहुंचना आसान हुआ है । दिव्य प्रकाश दुबे कुछ ऐसे ही आए पहले मेरी फीड तक फिर अमेजोन, फ्लिपकार्ट और मिशों पे । आखिर इन सब ने मिलकर मुझे उनकी किताबें लेकर मनवाया । 


हालांकि साहित्य प्रेमी होने के नाते साहित्य किसीभी भाषा में मुझको लुभाता है । हिन्दी साहित्य कुछ ज्यादा क्यूंकि इसमें थोड़ा दिखावा करना मेरे लिए आसान हो जाता है । पहली किताब थी अक्टूबर जंक्शन। चित्रा और सुदीप के किरदार कैसे थे वो अभिभी में असमंजस में हु। हालांकि जबसे करीब करीब साहित्य क्या है ये समझने की भुलभुलैया में पड़ी हु वो साहित्य मुझको ज्यादा भाता है जिसमें अंत में खुद को देख सकूं। 


चित्रा से थोड़ा जुड़ पाई बहुत ज्यादा नहीं। और सुदीप से जुड़ना बहुत हद तक नामुमकिन। अस्तित्ववादी कहानियां पढ़ने के बाद हालांकि मेरे लिए कामू, इसलिन, बेकेट ज्यादा लुभायमान रहे है , वही किरदार भाते है जो बहुत सामान्य हो जिसके प्रश्न सामान्य हो, जो रोजिंदे प्रश्नों से लड़ते हो । सुदीप उस मायने में मुझसे बहुत दूर था वो मुझे तमाशे के वेद की तरह पैसे वाला बिचारा लगा और उसी वजह से कह सकते है कि किताब से में दूर रही । 


जूलिया क्रिस्टीवा का टर्म इंटरटेक्चुअलिटी कहती है कैसे किताबें अपने मिनिंग माने अर्थ बनाती है दूसरी कही किताबों से बाते करके । उसी तरह कुछ अच्छा लगा तो वो था मुराकामी का संदर्भ। पूरी किताब में चित्रा और सुदीप मिलते थे मुराकामी की किताब में १० अक्टूबर लिखने से, साल। बतौर बदल रहे थे पर दिनांक यही रहती थी । उनके प्रश्नों से किस हद तक जुड़ पाई येतो पता नहीं पर इसने इस किताब को खास बनाया । 


उसके अतिरिकत लेखक का बार बार बीच में आना अच्छा लगा। बल्कि कहूं तो लेखक का बीच-बीच में आना मुझे उस तरह का अनुभव देता है जैसे कोई पर्दे के पीछे खड़ा होकर कहानी की डोर हल्के-हल्के हिला रहा हो—एक तरह की आत्म-जागरूकता (self-awareness) जो आज के पॉपुलर फिक्शन में कम ही दिखती है। दिव्य प्रकाश दुबे यहां सिर्फ कहानी नहीं कहते, बल्कि कहानी कहने की प्रक्रिया को भी हमारे सामने खोलते चलते हैं।

फिर भी, कहीं-कहीं यही हस्तक्षेप मुझे कहानी से थोड़ा बाहर भी खींच लेता है—जैसे मैं एक भावनात्मक प्रवाह में बह रही हूं और अचानक कोई मुझे याद दिला दे कि “ये सिर्फ एक कहानी है।” शायद ये एक सचेत तकनीक है, पर एक पाठक के रूप में मैं कभी-कभी उस भ्रम में रहना चाहती हूं।

अक्टूबर जंक्शन कुल मिलाकर मेरे लिए एक “पूरी तरह डूब जाने वाली” किताब नहीं रही, बल्कि एक ऐसी किताब रही जिसने मुझे बार-बार रुककर सोचने पर मजबूर किया—मैं क्या पढ़ रही हूं, क्यों पढ़ रही हूं, और मैं इन किरदारों से क्या तलाश रही हूं।

अगर अल्बेर कामू, सैमुअल बेकेट या ज्याँ-पॉल सार्त्र जैसे लेखकों की तरह गहरे अस्तित्ववादी सवालों की उम्मीद लेकर जाओगे, तो शायद ये किताब आपको उतनी संतुष्टि नहीं दे पाए। लेकिन अगर आप उस ज़ोन में हो जहां कहानी और मार्केट, इमोशन और प्रेजेंटेशन, सादगी और थोड़े से दिखावे का मेल देखना चाहते हो—तो ये किताब अपने तरीके से काम करती है।

मेरे लिए इस किताब का सबसे ईमानदार हिस्सा यही था कि इसने मुझे पूरी तरह कंविंस नहीं किया—और शायद यही इसकी खूबसूरती भी है। क्योंकि हर किताब का मकसद आपको अपनी दुनिया में खींच लेना नहीं होता, कुछ किताबें सिर्फ आपके और आपके पढ़ने के तरीके के बीच एक संवाद खोल देती हैं।

और “अक्टूबर जंक्शन” मेरे लिए वही संवाद बनकर रह गई—अधूरा, थोड़ा उलझा हुआ, पर सोचने लायक।


“સાંધ્યદીપ” – વિનેશ અંતાણી

પુસ્તક સમીક્ષા : “સાંધ્યદીપ” – વિનેશ અંતાણી



કેટલાક પુસ્તકો માત્ર વાંચવામાં નથી આવતા, પરંતુ અનુભવવામાં આવે છે. “સાંધ્યદીપ” એવું જ એક પુસ્તક છે. આ પુસ્તક વિશે વાત કરવાની ઇચ્છા પણ થોડુંક એ કારણે થઈ કે થોડા સમય પહેલાં હું કોઈ એક એવી વ્યક્તિ સાથે લગભગ પાંચેક કલાકનો સમય વિતાવીને આવી છું. એ સમય, એ વાતો અને એ અનુભૂતિઓ પછી જ્યારે આ પુસ્તક હાથમાં આવ્યું ત્યારે લાગ્યું કે આ કથાના કેટલાક અંશો જાણે મારા મનમાં ચાલતી વિચારસરણી સાથે ક્યાંક સાંકળાઈ જાય છે.


ગુજરાતી વાંચવું મારા માટે માત્ર એક અભ્યાસ નથી, પરંતુ એક શોખ અને લાગણી પણ છે. જ્યારે ગુજરાતી સાહિત્ય વાંચીએ ત્યારે ઘણીવાર એવું લાગે છે કે આપણે બીજા કોઈના જીવનની વાર્તા નથી વાંચતા, પણ પોતાના મનના કોઈ અજાણ્યા ખૂણાને વાંચી રહ્યા હોઈએ. કદાચ એ જ કારણ છે કે સાહિત્ય સાથેનો સંબંધ વધુ આત્મીય બની જાય છે.


વિનેશ અંતાણીનું નામ અગાઉ સાંભળેલું હતું, પરંતુ તેમની જાણીતી કૃતિ “પ્રિયજન” પણ હજુ સુધી વાંચી નહોતી. આમ છતાં જ્યારે “સાંધ્યદીપ” હાથમાં આવ્યું ત્યારે એમાં એક અલગ જ પ્રકારનું આકર્ષણ લાગ્યું. કદાચ એનું કારણ એ પણ હશે કે આ પુસ્તક મને એક ખાસ અવસરે ભેટરૂપે મળ્યું હતું. જો કોઈ પૂછે કે કોઈ સાહિત્યપ્રેમીને શું ભેટ આપવી જોઈએ, તો મારા માટે તેનો સૌથી સુંદર જવાબ છે — પુસ્તક.


આ નવલકથાનું ઉપશીર્ષક છે  “ગોધૂલીવેલાએ જીવનના લેખા-જોખા માંડતી નવલકથા.” ગોધૂલીનો સમય એટલે દિવસ અને રાત વચ્ચેનું સંધિક્ષણ  જ્યાં પ્રકાશ ધીમે ધીમે ઓસરતો જાય છે અને અંધકાર ધીમે ધીમે ઘેરતો જાય છે. માનવીના જીવનમાં પણ એક એવો સમય આવે છે જ્યારે તે પોતાની પાછળ છૂટી ગયેલી ક્ષણો, સંબંધો અને ભૂલોનો હિસાબ કરવાનું શરૂ કરે છે. આ નવલકથા પણ મૂળતઃ એ જ પ્રક્રિયાની વાત કરે છે.


સાહિત્યનું થોડું અધ્યયન કર્યા પછી છીછરું વાંચન ગમતું નથી. અને સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણે શીખ્યા છીએ કે કોઈ કૃતિની સમીક્ષા કરતી વખતે તેના સારા અને નરસા બંને પાસાઓને નિષ્પક્ષ રીતે જોવાનું જરૂરી છે. અંગ્રેજી સાહિત્યના પ્રખ્યાત સમીક્ષક Samuel Johnsonએ કહ્યું છે કે સાચી સમીક્ષા એ છે જે કૃતિના સારા અને નરસા બંને આયામોને ઉજાગર કરે.


આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો “સાંધ્યદીપ” ની વાર્તા ખૂબ જ ઓળખીતી સંભાવનાથી આગળ વધે છે. શરૂઆતથી જ વાંચક અંદાજ લગાવી શકે કે વાર્તા કઈ દિશામાં જશે. આધેડ ઉમરનો એક પુરુષ સંજય  પોતાના વતનમાં પાછો ફરે છે. વતનમાં પરત ફરવું માત્ર ભૌગોલિક યાત્રા નથી, પરંતુ સ્મૃતિઓ તરફ પાછું વળવાનું એક માનસિક પ્રવાસ છે. એ પોતાના ભૂતકાળને ફરીથી ગોતવાનો પ્રયત્ન કરે છે.


વાર્તાની રચનામાં ઘણા ઓળખીતા તત્વો છે પત્ની સાથેનું અંતર, બાળકો સાથેનો તૂટેલો સંબંધ, અને વતનમાં પાછા જઈને જુના મિત્રો, સ્વજનો અને કદાચ કોઈ જૂની પ્રેમિકાને મળવાની ક્ષણો. આ બધું મળીને યાદોની એક લાંબી શ્રેણી ઉભી કરે છે. દરેક મુલાકાત જાણે કોઈ જૂના ઘા કે જૂની ખુશીની યાદને ફરી જીવંત કરી દે છે.


સંજય એક લેખક છે, એટલે તેની અંદર સતત વિચાર અને આત્મમંથન ચાલતું રહે છે. તેની પત્ની સાયકોલોજિસ્ટ છે, છતાં બંને વચ્ચે એક અજાણી દૂરી ઉભી થઈ ગઈ છે. નવલકથામાં ઘણીવાર એવું લાગે છે કે પત્નીનું પાત્ર થોડું નકારાત્મક રીતે રજૂ થયું છે જાણે તે સંજયને સમજી શકતી નથી, જ્યારે સંજય પોતે પણ પોતાના સંબંધોને જાળવી રાખવામાં ક્યાંક નિષ્ફળ રહ્યો છે.


આ નવલકથાનો એક વિચારપ્રેરક સંવાદ છે 

“સુખી જીવન એવું જ હોતું હશે  ન બૌદ્ધિક વાદવિવાદ, માત્ર શાંતિ.” આ વાક્ય માત્ર એક પાત્રનો વિચાર નથી, પરંતુ આધુનિક સંબંધોની એક ઊંડી વિસંગતિને પણ દર્શાવે છે. શું ખરેખર સુખી જીવનનો અર્થ માત્ર શાંતિ છે? કે પછી વિચારો, ચર્ચાઓ અને મતભેદો પણ જીવનને વધુ જીવંત બનાવે છે? આ પ્રશ્ન વાંચકના મનમાં લાંબા સમય સુધી ગુંજતો રહે છે.


નવલકથાની સૌથી મોટી શક્તિ એનો આત્મમંથનનો સ્વર છે. વાર્તાની ગતિ અને પરિસ્થિતિઓ ઘણીવાર એવી લાગે છે કે આપણે પહેલેથી જ આ પ્રકારની કથાઓમાં જોઈ-સાંભળી છે. એટલે ક્યારેક નવલકથામાં નવીનતાનો અભાવ અનુભવાય છે.


અંતમાં એવું કહી શકાય કે “સાંધ્યદીપ” કોઈ અચાનક ચોંકાવતી કથા નથી, પરંતુ ધીમે ધીમે મનમાં ઉતરતી એક અનુભૂતિ છે. જીવનના ગોધૂલી સમયમાં ઉભેલા એક માણસની આત્મયાત્રા જેમાં યાદો છે, પસ્તાવો છે, પ્રશ્નો છે અને કદાચ થોડી શાંતિની શોધ પણ છે.


અને કદાચ સાહિત્યનો સાચો હેતુ પણ એ જ છે 

અમને બીજા કોઈની વાર્તા વાંચતા વાંચતા, પોતાના જીવનને થોડું વધુ સમજવામાં મદદ કરે છે.

પરંતુ આ નવલકથા વાંચ્યા પછી મનમાં માત્ર કથાની અનુભૂતિ જ નથી રહી જતી, થોડા પ્રશ્નો પણ ઊભા થાય છે. ખાસ કરીને ગુજરાતી સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં.

શું કારણ છે કે ગુજરાતી નવલકથાઓ ઘણીવાર હજુ પણ ગામડા, વતન, ભૂતકાળ અને સંબંધોની યાદોમાં જ ફરી ફરીને અટવાઈ જાય છે? શું આપણું સાહિત્ય હજુ પણ એ જ ઓળખીતા માળખામાં ફરતું રહેવાનું છે?

આધુનિક જીવનમાં જ્યાં ટેક્નોલોજી, વૈશ્વિકતા અને બદલાતા સંબંધોના નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ત્યાં ગુજરાતી સાહિત્ય એ દિશામાં કેટલું આગળ વધે છે? શું તે હજુ પણ ગામ અને શહેર વચ્ચેના સંઘર્ષમાં જ અટવાઈ રહેશે? શું ગુજરાતી લેખકો બંધાયેલા વિષયોથી બહાર આવીને નવા પ્રયોગો અને નવા પ્રશ્નો તરફ આગળ વધશે? કે પછી આપણે એ જ પ્રકારની વાર્તાઓ ફરી ફરી વાંચતા રહીશું?

અને સૌથી મહત્વનો પ્રશ્ન 

શું ગુજરાતી સાહિત્ય પોતાની પરંપરાની મર્યાદાઓને તોડીને નવા સમયની સંવેદનાઓને સ્વીકારવા તૈયાર છે? કદાચ આ પ્રશ્નોના જવાબો તરત મળવાના નથી. પરંતુ આવા પ્રશ્નો પૂછતા રહેવું પણ સાહિત્યના વિકાસ માટે એટલું જ જરૂરી છે.

હા, ચોક્કસ જ એવું માનવું યોગ્ય નથી કે ગુજરાતી સાહિત્ય માત્ર આટલાં જ વર્તુળોમાં સીમિત છે. કદાચ આ તો માત્ર એક ઝાંખી છે. ગુજરાતી સાહિત્યનો વિશ્વ તો ઘણો વિશાળ છે જેમાં અનેક સ્વરો, અનેક અનુભવો અને અનેક પ્રયોગો છુપાયેલા હશે.

કદાચ હજુ ઘણું એવું છે જે મને વાંચવાનું, શોધવાનું અને સમજવાનું બાકી છે. કદાચ હજુ અનેક એવી કૃતિઓ હશે જે આ પરંપરાગત બંધનોને તોડી નવા પ્રશ્નો પૂછે છે, નવા અનુભવ આપે છે. સાહિત્યનું સૌંદર્ય પણ કદાચ એમાં જ છે કે દરેક વાંચન પછી લાગે છે કે હજુ ઘણું વાંચવાનું બાકી છે.

અને કદાચ એ જ ભાવના સાથે આગળ વધવું જોઈએ  ગુજરાતી સાહિત્યને માત્ર સમજવા માટે નહીં, પરંતુ તેને સતત “ફાંફોસતા” રહેવા માટે.